Monday, December 4, 2023
HomeUPSC NOTESGeographyભારતના મુખ્ય પાક UPSC | Major Crops India for UPSC

ભારતના મુખ્ય પાક UPSC | Major Crops India for UPSC

Major Crops India for UPSC, Read more

ભારતમાં જોવા મળતી વિવિધ પાકો તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ માં થયેલી ક્રાંતિ વિશે ની માહિતી :-

ભારતમાં મુખ્યત્વે આ 3 રીત ના પાકો જોવા મળે છે.

રવી પાક

  • ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન નો સમયગાળામાં જોવા મળે છે.
  • ત્યારબાદ હોળી ના સમયગાળા (Appro. april) દરમિયાન તેની લણણી કરવામાં આવે છે.
  • તેમાં મુખ્યત્વે ઘઉં જવ વટાણા ચણા અને સરસવ નો સમાવેશ થાય છે.

ખરીફ પાકો

  • વરસાદ નો સમયગાળો જૂન અને જુલાઈ ની અંદર તેને ઉગાડવામાં આવે છે.
  • જ્યારે સપ્ટેમ્બરથી ઓક્ટોબર ના સમયગાળા દરમિયાન તેની લણણી કરવામાં આવે છે.
  • ચોખા, જુવાર, બાજરા, તુવર, અડદ ની દાળ, સોયાબીન, મકાઈ.
  • તે મોટાભાગે આસામ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને કોંકણનો તટીય વિસ્તારો પ્રદેશ અને  બિહાર ની અંદર ઉગાડવામાં આવે છે.

જાયદ પાક 

  • રવિ અને ખરીફ વચ્ચેના સમયગાળા દરમિયાન ઉગાડવામાં આવતો પાક.
  • જેમાં મુખ્યત્વે મોટાભાગના ફળો જેવા કે તરબૂચ શેરડી વગેરે.
  • વાવેતર નો સમયગાળો માર્ચ અને લણણી સમયગાળો જૂન.

આખા વિશ્વમાં ખેતીલાયક જમીન 7.5 ટકા છે.

જયારે દુનિયાની ૫૪ ટકા વસ્તી ખેતી કરે છે.

સૌથી વધુ આફ્રિકાનો માલાવી  દેશની 92 ટકા વસ્તી ખેતી કરે છે.

સૌથી ઓછી ખેતી યુકેના લોકો દ્વારા થાય છે જેની સંખ્યા 6 ટકા છે.

ભારતમાં 64 ટકા વસ્તી (directly or indirectly)  ખેતી સાથે સંકળાયેલી છે. જ્યારે કૃષિ એ ભારતના જીડીપી નો ચાર ટકા હિસ્સો ધરાવે છે.

ભારતમાં ખેતીલાયક જમીનમાંથી 74 ટકા જમીન ઉપર ખાવાલાયક પાક ઉગાડવામાં આવે છે. જ્યારે 26 ટકા જમીન ઉપર case crop ઉગાડવામાં આવે છે.

ખેતી

સૂકી ખેતીભીની ખેતી
જ્યારે વાર્ષિક વરસાદ 75CM થી ઓછો થાય ત્યાં સૂકી ખેતી જોવા મળે છે.જ્યારે વાર્ષિક વરસાદ 75CM થી વધુ થાય ત્યાં સૂકી ખેતી જોવા મળે છે.
અહીં વર્ષમાં એક વાર પાક લેવામાં આવે છે.એક થી વધુ વાર પાક લઈ શકાય છે.

ખેતી ના પ્રકારો

ઝૂમ ખેતી

  • જંગલના અમુક વિસ્તારમાં આવેલા વૃક્ષોને બાળી અને ત્યારબાદ અહીં એ વૃક્ષો માંથી મળેલી રાખમાં પોટાશની માત્રા વધુ હોવાથી ખેતી કરવામાં આવે છે.
  • આ જમીન ઉપર આશરે બેથી ત્રણ વર્ષ ખેતી કરવામાં આવે છે.
  • આ પ્રકારની ખેતી જંગલોના નુકસાન માટે જવાબદાર છે, સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે.
  • આદિવાસી લોકો હજુ પણ આ પ્રકારની ખેતી કરે છે. આદિવાસી એ ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં જોવા મળે છે.
  • સ્લેશ અને બર્ન ખેતી પણ કહે છે.

Subsistence ખેતી

  • એટલો જ પાક ઉગાડવામાં આવે જે પોતાનું કામકાજ ચલાવી શકે આ પ્રકારની ખેતી દ્વારા ઉત્પન્ન થતો ખેડૂત પોતાના જીવનનિર્વાહ માટે જ ઉપયોગ કરે છે તેને તે વેચી શકતો નથી.

Extensive ખેતી

  • વિકસિત દેશોમાં જોવા મળતો આ એક ખેતી નો પ્રકાર છે. અહીં જમીન  વિપુલ પ્રમાણમાં હોય છે. જ્યારે મજૂરોની સંખ્યા ઓછી હોય છે.
  • અને જો મજુર મળી રહે તો પણ તે ઘણા મોંઘા હોય છે. ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયા.
  • આ પ્રકારની ખેતી ની અંદર પેસ્ટીસાઇડ  નો ઉપયોગ ઓછો, મશીનોનો ઉપયોગ વધુ, મજૂરો ઓછા હોવાને કારણે ઉપજ ફાયદો વધુ જોવા મળે -છે.
  • સાથે સાથે આ પ્રકારની ખેતીમાં જાનવર નો  ઉપયોગ ઓછો થતા હોવાથી તેઓને પણ ઓછું નુકસાન થાય છે.

Intensive ખેતી

  • વિકાસશીલ દેશોમાં જોવા મળતી એક ખેતીનો પ્રકાર છે અહીં પાકને ઉગાડવા માટે ઘણો ખર્ચ થતો હોય છે જેમ  કે કેમીકલનો ઉપયોગ વધુ કીટનાશક નો ઉપયોગ વધુ મજૂરોની સંખ્યા વધુ તથા ટેકનોલોજીનો ઉપયોગ ઓછો થતો હોય છે. 
  • અહીં ઉપયોગમાં લેવાત  ઘણા પ્રકારના કેમિકલ તથા કીટનાશક ના કારણે  પાક ઘણો સારો ઊતરે  છે.
  • સાથે સાથે આ પ્રકારની ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ પણ ઘણો ઓછો થાય છે અહીં મજૂરોની સંખ્યા વધુ હોવાને કારણે ઉતરતો પાક દ્વારા થતા ફાયદો ઓછો જોવા મળે છે.

Plantation ખેતી

  • આ પ્રકારની ખેતી ની અંદર જે પાક  ઉત્પન્ન થાય તેનો સીધેસીધો વેચાણ માટે ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે આ પાકને બીજા દેશો ની અંદર નિકાસ કરવામાં આવે છે.
  • આ પ્રકારની ખેતીમાં વરસાદ ઘણો સારો હોય છે તથા જમીન પણ ઘણી જ ઉપજાઉ જોવા મળે છે

મિશ્ર ખેતી

  • આ પ્રકારની ખેતી ની અંદર જ્યારે ખેડૂતો પાસે ખેતર ઘણું નાનું હોય ત્યારે તે પોતાના જીવનનિર્વાહ માટે ખેતીની સાથે સાથે પશુપાલનનું કાર્ય કરતો હોય છે.

Read more post

Early Medieval Period in Gujarati | પ્રારંભિક મધ્યકાલીન સમયગાળો

Sindhu Ghati Sabhyata in Gujarati | સિન્ધુ ઘાટી સભ્યતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments