Green Revolution India, હરિત ક્રાંતિ Read more !!!
તેનો સમયગાળો 1960નું એટલે કે 1960થી 69 વચ્ચે થઈ હતી.
આ ક્રાંતિ ના કારણે આપણે ધાન્ય પદાર્થમાં આત્મનિર્ભર બન્યા તેને મુખ્યત્વે બે તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે.
પહેલા તબક્કામાં મુખ્ય પાક તરીકે ઘઉં હતો. જ્યારે બીજા તબક્કામાં મુખ્ય પાક તરીકે ડાંગર હતો.
એટલે કે આપણે કહી શકીએ કે ઘઉં દ્વારા હરિત ક્રાંતિની શરૂઆત થઈ હતી.
આ ઘઉં મેક્સિકો થી આવ્યા હતા. તથા આ ઘઉંની જાત બોની પ્રકારની છે.
હરિત ક્રાંતિ ના પિતા Norman Borlaug (USA) ગણવામાં આવે છે.
જ્યારે ભારતમાં હરિત ક્રાંતિ ના પિતા તરીકે એમ. એસ. સ્વામીનાથન ગણવામાં આવે છે.
100 સેન્ટી મીટર નો વરસાદ ભેદરેખા બનાવે છે, તો જ્યાં વરસાદ 100 સેન્ટી મીટર થી ઓછો હોય ત્યાં ઘઉં ની ખેતી થાય અને જ્યાં વરસાદ 100 સેન્ટી મીટર થી વધુ હોય ત્યાં ડાંગરની ખેતી થાય છે.
તેથી ગુજરાતનો સરેરાશ વરસાદ એ 83 સેન્ટીમીટર હોવાથી ગુજરાતમાં 1st ઘઉં 2nd ડાંગરનું ઉત્પાદન થાય છે.
જ્યારે ભારતનો સરેરાશ વરસાદ 118 સેન્ટીમીટર હોવાથી ડાંગરનું ઉત્પાદન માં પ્રથમ ક્રમે આવે છે જ્યારે ઘઉં ઉત્પાદન બીજા ક્રમે આવે છે.
ભારતની એક તૃત્યાંશ જમીન ઉપર ખેતીની જમીન ઉપર ઘઉં ની ખેતી થાય છે.
તે સમશીતોષ્ણ કટિબંધના રવી પાક છે.
ગુજરાતની અંદર ભાલ વિસ્તાર માં ભાલીયા ઘઉં થાય છે. આ ઉપરાંત જુનાગઢ, ખેડા, રાજકોટમાં પણ ઘઉં થાય છે.
ભાલીયા ઘઉં ને દાઉદખાની ઘઉં અથવા ચાસિયા ઘઉં પણ કહેવામાં આવે છે.
ઘઉં એ આશરે ૭૫ સેમી વરસાદની અંદર ઉગાડવામાં આવે છે.
ભારતમાં ઉત્પાદન સૌથી વધુ ઉત્પાદન ઉત્તર પ્રદેશ માં થાય છે.
જ્યારે ભારતમાં હેક્ટર દીઠ ઉત્પાદન સૌથી વધુ પંજાબમાં થાય છે.
ઘઉં ગોરાડુ પ્રકારની જમીન પસંદ છે.
ભારત દેશના પશ્ચિમ ભાગમાં મુખ્ય ખોરાક છે તથા પંજાબમાં નેહરો ના લીધે વિપુલ પાક થાય છે એટલે જ તો પંજાબની ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે.
ગુજરાતમાં ભાલપ્રદેશ સિવાયના વિસ્તારમાં થતા ઘઉંને હાંસિયા ઘઉં કહેવામાં આવે છે.
ગુજરાતમાં સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો: અમદાવાદ
ગુજરાતમાં સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો 2011 પછી અમદાવાદ
આ પહેલા મહેસાણા પ્રથમ ક્રમે પહેલા આવતું હતું.
ડાંગર
- એ ભારતનો મુખ્ય ધાન્ય પાક છે.
- ગુજરાતમાં ગુજરાતમાં તે બીજા નંબરનો મુખ્ય પાક છે.
- હરિયાળી ક્રાંતિના તે બીજા તબક્કામાં છે.
- તેના વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આશરે 20 થી 21 તાપમાન અને નદીઓના કાપ ની ફળદ્રુપ જમીન તથા 100 સેન્ટિમીટર થી વધુ અને આશરે ૧૫૦ જેટલા વરસાદ માફક આવે છે.
- તે ઉષ્ણકટિબંધીય પાક છે .
- ભારતના કુલ વાવેતરના વિસ્તારમાં ચોથો ભાગ રોપવામાં આવે છે.
- ભારતની લગભગ અડધી વસ્તી ચોખાનો વપરાશ કરે છે.
- ભારતમાં સૌથી વધુ ડાંગરનું ઉત્પાદન કરતું રાજ્ય પશ્ચિમ બંગાળ છે બીજા અગત્યના રાજ્યોમાં આસામ બિહાર અને દક્ષિણ ભારતનો સમાવેશ કરવામાં આવે છે.
- ભારતના સૌથી વધુ પ્રખ્યાત લીટી ચોખા બિહારને અંદર થાય છે.
- ગુજરાતમાં સૌથી સારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે વલસાડ આણંદ ખેડા નવસારી અને સુરત.
- તેમાંથી ફરફુયરલ કેમિકલ નીકળે છે, જે પેટ્રોલિયમ ઉદ્યોગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
- ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારતનો બીજા ક્રમે આવે છે.
મકાઈ
- ધાન્ય અને ખરીફ પાક છે. ઘઉં પછી વિશ્વમાં મકાઈ નું સૌથી વધુ વાવેતર થાય છે.
- તેને ૫૦ થી ૧૦૦ સુધીનો વરસાદ તથા 21 થી 27 સુધી તાપમાન અનુકૂળ ગણાય છે.
- આ પાકને ઉગાડવા માટે કાળી, કઠણ, અને પાણીના નીતારવાળી ડુંગરાળ જમીન માફક આવે છે. મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારમાં સૌથી વધુ થાય છે.
કઠોળ
- તુવેર, મગ, મઠ, મગ ખરીફ પાક અને ચણા, વટાણા, મસૂર રવિ પાક છે. ગુજરાતમાં તુવેરદાળનો વડોદરા જિલ્લામાં, મગ અને મઠ કચ્છ , અડદની પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે.
- જમીનની ફળદ્રુપતા જાળવવા આંતર પાક તરીકે થાય છે.
Stockholm Conference 1972 | સ્ટોકહોમ કોન્ફેરેન્સ 1972
List of Agricultural Revolutions in India
યલો રેવોલ્યૂશન
- ફાધર ઓફ યલો રેવોલ્યૂશન Sam Pitroda.
- Oil seeds for edible oil
- ભારત સરકારે મે 1986 માં ઓઇલસીડ્સ પર ટેક્નોલોજી મિશન નિમણૂંક કરી.
white revolution
વર્ગીસ કુરિયન
- born કોઝિકોડ/Kerla,
- World Food Prize (1989)
- Order of Agricultural Merit (1997)
- Padma Vibhushan (1999)
- Padma Bhushan (1966)
- Padma Shri (1965)
- Ramon Magsaysay Award (1964)) અમુલ ના સ્થાપક (ANAND MILK UNION LIMITED… Formed in 1950).
White revolution/ white Operation flood 1970 માં લોન્ચ.
બ્લુ રેવોલ્યૂશન
- માછલી ઉત્પાદન તથા સમુદ્રી ઉત્પાદને જોર આપવામાં આવ્યું
- 1960 માં શરૂ કરાયુ
- પિતા :- ડૉ. હિરાલાલ ચૌધરી અને ડૉ. અરુણ ક્રિશ્નનન
- 2020 સુધીમાં ઉત્પાદન ત્રણ ગણો.
- 2020 સુધીમાં નિકાસ કમાણીમાં ત્રણ ગણો વધારો કરવો.
- પાંચ વર્ષ (2015-16 થી 2019-20) દરમિયાન અમલીકરણ માટે 3000 કરોડ રૂપિયા.
- ઉત્પાદન ની અંદર પ્રથમ ક્રમે ચીન અને ત્યાર બાદ ભારતનો ક્રમ આવે છે.
- ભારતની અંદર પ્રથમ ક્રમે પશ્ચિમ બંગાળ બીજા ક્રમે ગુજરાત અને ત્રીજા ક્રમે કેરળ નો સમાવેશ થાય છે.
ગ્રે રેવોલ્યૂશન
Fertilizer
Major Crops India for UPSC | ભારતના મુખ્ય પાક
બ્રાઉન રેવોલ્યૂશન
- ચામડા તથા COCOA (ચોકલેટ બની છે).
- ભારતની અંદર ગાય અને sheep સૌથી વધુ છે.
- TOP beef exporting દેશ પ્રથમ ક્રમે ભારત તથા બીજા ક્રમે બ્રાઝિલ નો સમાવેશ થાય છે.
- ભારતના 21 રાજ્યોમાં ગાયને મારવું તે એક ગુનો ગણવામાં આવે છે.
Silver Revolution
- POULTRY (ઇંડા)
- PM during Silver revolution: – ઇન્દિરા ગાંધી
વાયોલેટ રેવોલ્યૂશન
- ઉન સંબંધિત સાધનસામગ્રી માટે કાર્ય કર્યું હતું.
- દુનિયામાં સૌથી વધુ પ્રથમ ક્રમે ઓસ્ટ્રેલિયા.
- જ્યારે સાતમા ક્રમે ભારતનો નંબર આવે છે. ભારતની અંદર પંજાબ પ્રથમ નંબરે આવે છે.
બ્લેક રેવોલ્યૂશન
Crude oil/ petrol
રેડ રેવોલ્યૂશન
- મીટ અને ટામેટા
- પિતા :- વિશાલ તિવાર
રાઉન્ડ રેવોલ્યૂશન
- બટાટા
- રશિયામાં સૌથી વધુ બટાટા થાય છે.
ગોલ્ડન ફાઈબર રેવોલ્યૂશન
- શણ ને રિલેટેડ કાર્ય કરવામાં આવ્યું
- દુનિયામાં સૌથી વધુ શણ બાંગ્લાદેશમાં અને બીજા ક્રમે ભારતનો નંબર આવે છે. ભારતમાં સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળ ની અંદર જોવા મળે છે.
ગોલ્ડન રેવોલ્યૂશન
- મધ, હોટ્રીક્લચર વિશે
- પિતા:- નિરપક ટુટેચ
ઓરેન્જ રેવોલ્યૂશન
- તેની અંદર ખાટા ફળો વિશે કાર્ય કરવામાં આવ્યું હતું. સૌથી વધુ પ્રથમ CHINA ક્રમે છે.
- જ્યારે બીજા ક્રમે ભારતનો નંબર આવે છે. અહીં સૌથી વધુ થાય છે.
રેઈનબો રેવોલ્યૂશન
- તેની અંદર ફળો વિશે કાર્ય કરવામાં આવ્યું હતું તેને બીજી હરીત ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.