Monday, December 4, 2023
HomeScienceકોષ રચના અંગેના મુખ્ય 10 મુદ્દા  | Cell Structure in Gujarati

કોષ રચના અંગેના મુખ્ય 10 મુદ્દા  | Cell Structure in Gujarati

GPSC પરીક્ષા માં વિજ્ઞાન વિષયને લગતી માહિતી માં કોષ રચના ને લગતા ઘણા પ્રશ્નો પુછાતા રહ્યા છે. તો આવો જાણીયે કોષ રચના / Cell Structure ની પુરી માહિતી. સૌપ્રથમ જીવવિજ્ઞાન બાયોલોજી શબ્દનો પ્રયોગ લેમાર્ક અને ટ્રીવેરીનસ  નામના વિજ્ઞાનીએ કર્યો હતો.

  • જીવ = Bio, અભ્યાસ = Logos.
  • એરિસ્ટોટલ, જીવ વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે.
  • કેરોલસ લિનિયસ ને આધુનિક વર્ગીકરણ ના પિતા Father of taxonomy ગણવામાં આવે છે. તેણે દ્વિનામી પદ્ધતિની શોધ કરી હતી.

જેમ કે મનુષ્ય માટે homo(વંશ )sapiens(જાતિ ).

  • ચાલ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો પિતા Father of evolution ગણવામાં આવે છે.
  • જ્યોર્જ મેન્ડલે ને આનુવંશિકતા નો પિતા Father of genetics ગણવામાં આવે છે. તેના માટે તેમણે વટાણાના છોડ ઉપર પ્રયોગ કર્યો હતો.
  • સૌપ્રથમ રોબર્ટ હૂક નામના વૈજ્ઞાનિકે 1665 કોષ ની શોધ કરી હતી.
  • એન્ટીવોર્ન લ્યુવેનહોક સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર ની શોધ કરી હતી. બેક્ટેરિયા ના શોધક પણ તે જ છે.
  • સ્લાઇડર અને શવાન નામના વૈજ્ઞાનિકોએ કોષ થિયરી આપી હતી
  •  તે સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
  • કોષ ભેગા થવાથી પેશી બને છે. { કોષ થી પેશી થી અંગ થી તંત્ર થી શરીર બને છે}
  •  સૌપ્રથમ પૃથ્વી પર આદિકોષ / એકકોષી અસ્તિત્વમાં આવ્યા હતા.
  •  ત્યારબાદ નૂતન કોષ બહુકોષ અસ્તિત્વમાં આવ્યા હતા દુનિયાનો સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડુ છે. યુરોપના જુરા નામના પર્વત પરથી જુરાસિક પાર્ક નામ પડ્યું છે.
  • દુનિયા નો સૌથી નાનો કોષ માઈકોપ્લાઝ્મા ગેલેપ્ટિમા છે.
  • મનુષ્ય શરીર નો સૌથી મોટો કોષ ચેતાકોષ છે. sodium chloride / મીઠું ચેતાતંત્ર માટે મહત્વ નું ખનીજ છે.
  • મનુષ્ય શરીર નો સૌથી નાનો કોષ રુધિર કોષ છે.
  • તેમાં રક્તકણો, સ્વેતકણો, ત્રાક કણો આવેલા હોય છે.
  • પ્રાણી કોષ ગોળ અને વનસ્પતિ કોષ લંબગોળ હોય છે.

કોષરસ | કોષ રચના

  • વનસ્પતિ તથા પ્રાણી કોષ આવેલા હોય છે.
  • કોષ ની તમામ અંગિકાઓ તેમાં તરે છે.
  • તે કોષને સ્થિતિસ્થાપકતા પૂરી પાડે છે.

કોષ દિવાલ

  • વનસ્પતિ કોષ દીવાલ હોય છે જે સેલ્યુલોઝ નામના ઘટક ની બનેલી હોય છે.
  • પ્રાણી કોષ માં કોષદિવાલ હોતી નથી તે ફક્ત કોષરસપટલ ધરાવે છે.
  • ઉપયોગમાં લેવાતા કાગળ ની અંદર સેલ્યુલોઝ + લિગ્નિન મળી આવે છે.

કણાભસૂત્ર

  • વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં હાજર હોય છે.
  • તેને કોષનો power house/ઉર્જા ઘર કહેવામાં આવે છે.કારણ કે અહીંયા Glycolysis નામ ની પ્રક્રિયા થાય છે, અને એડીનો સાઈન ટ્રાઈ ફોસ્ફેટ/ATP સ્વરૂપે શક્તિ અણું બને છે.

લાઇસોઝોમ

બન્ને (વનસ્પતિ અને પ્રાણી કોષ ) માં હોઈ છે , તેને કોષની આત્માઘાતી કોથળી કહેવાય છે.

રાઇબોસોમ

  • વનસ્પતિ અને પ્રાણી કોષ માં જોવા મળે છે. તેને કોષની પ્રોટીન ફેક્ટરી કહેવામાં આવે છે.

અંતઃ રસજાળ

  • બંનેમાં (વનસ્પતિ અને પ્રાણી કોષ ) હોય છે.
  • તેને કોષની સ્ટીરોઇડ કહેવાય છે મતલબ કે સ્ટીરોઇડ અહીંયા બને છે.

ગોલગીકાય

  • બંનેમાં (વનસ્પતિ અને પ્રાણી કોષ ) હોય છે, કેમિલો ગોલ્ગી નામ ના શોધક પરથી નામ અપાયું છે.
  • કોષ માં પ્રવેશતા બહાર નીકળતા ઘટક નું નિયમન કરે છે તેથી તેને કોષનો ગેટકીપર અથવા તો વોચમેન કહેવાય છે.
  • તેને કોષનો ટ્રાન્સપોર્ટર પણ કહે છે.

 તારા કેન્દ્ર

  • તે પ્રાણી કોષ માં હોય છે.
  • કોષ વિભાજનની ક્રિયાને સરળ બનાવે છે.

હરિતકણ

  • વનસ્પતિ કોષ માં હોય છે. તે હરિત છે, કારણકે તેમાં ક્લોરોફિલ નામનું રંજકદ્રવ્ય કણ ધરાવે છે.
  • તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માં ભાગ લે છે, અને સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે છે.
  • વનસ્પતિ ખોરાક નો સંગ્રહ કયા સ્વરૂપે કરે છે.
  • હરિતકણ ને પાંદડા નું રસોડુ કહે છે.
  • પાંદડા ને વનસ્પતિ નુ રસોડું કહે છે

અગત્યની નોંધ

  • ફૂલોના રંગ માટે Chromoplat નામનું ઘટક જવાબદાર છે.
  • ટામેટા નો લાલ રંગ માટે Lykopene નામનું ઘટક જવાબદાર છે.
  • તુલસી Uginol નામનું ઘટક જવાબદાર છે, Uginol એ હોય છે તેના કારણે જ તુલસી તીખી લાગે છે.
  • કેસર Saffron એ પુષ્પનું  પરાગાસન છે, કેસરના ફૂલ પર્પલ કલરના હોય છે. સૌથી સારું જમ્મુ-કાશ્મીરમાં મળી આવે છે,
  • લવિંગ એ પુષ્પની કળી કહેવાય છે.

કોષ કેન્દ્ર

  • બંનેમાં (વનસ્પતિ અને પ્રાણી કોષ ) હોય છે.
  • તે કોષની તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન અને નિયંત્રણ કરે છે.
  • તે રંગસૂત્રો અથવા ગુણસૂત્રો અથવા દૈહિક સુત્રો ધરાવે છે. જે આનુવંશિકતા માટે જવાબદાર છે.
  • મનુષ્યના શરીરમાં રંગસૂત્રો ની સંખ્યા 46 {23 જોડ} હોય છે.
  • રંગસૂત્રો ની પ્રથમ જોડ સૌથી મોટી હોય છે.

અન્ય આર્ટિકલ માટે અહીં ક્લિક કરો

અર્થ સમિટ ની માહિતી UPSC પરીક્ષા | Rio summit 1992 | રિયો સમિટ 1992

ભારતના મુખ્ય પાક UPSC | Major Crops India for UPSC

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments