Monday, December 4, 2023
HomeHistoryOfGujaratજાડેજા વંશ નો ઇતિહાસ | Jadeja Vansh History GPSC | जडेजा वंश...

જાડેજા વંશ નો ઇતિહાસ | Jadeja Vansh History GPSC | जडेजा वंश का इतिहास

જામનગર રિયાસતના સ્થાપક રાજપૂત વંશ ના મૂળ જાડેજાઓ હતા. તો આવો જાણીયે જાડેજા વંશ નો ઇતિહાસ. જાડેજા રાજ્ય પોતાનું મૂળ યાદવકુળના શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો હોવાનું માને છે. જાડેજા વંશ માં ચંદ્રથી 137 માં ક્રમે અને શ્રીકૃષ્ણ થી ૨૨મા ક્રમે રાજા દેવેન્દ્ર તથા તેમને  અસપત, ગજપત , નરપત  અને ભૂપત નામે ચાર પુત્ર હતા. તેમાંથી નરપત નામનો પુત્ર જામ કહેવાયો . જાડેજા મૂળ સિંધ પ્રાંતના રહીશો હતા અને ત્યાંથી તેઓ કચ્છમાં આવીને રાજસત્તા સ્થાપી હતી.

જાડેજાઓ ના પ્રથમ રાજવી લાખાજી હતા. તેમનો શાસનકાળ ઈ. સ  1482 to 1505 ગણાવી શકાય છે. સૌરાષ્ટ્રના આમરણ માં રાજ્ય ચલાવતા દેદા તમાચી એ ષડયંત્ર ભેર કચ્છાધિપતિ લાખાજી નું ખૂન કર્યું.

રાવશ્રી ખેંગારજી કચ્છાધિપતિ તરીકે પ્રસિદ્ધ થયા અને અને 1545AD અંજાર અને  1548 મા ભુજનગરની સ્થાપના કરી.

જામ રાવળ નવાનગર | જાડેજા વંશ નો ઇતિહાસ | Jadeja Vansh History GPSC

જામનગર ના સ્થાપક જામ રાવળ ૧૫૩૫ માં કચ્છ માંથી આગેકુચ કરી સૌરાષ્ટ્રમાં આગમન કર્યું. તેઓએ સૌપ્રથમ વવાણીયા બંદર પાસે નું મોરાણા ગામ જીત્યું. આ પ્રદેશનું શાસન દેદા તમાચી પાસે હતું તેમનું વધ કર્યું અને ત્યાર બાદ આમરણ અને જોડિયા પંથક જીત્યા.

૧૫૪૦ માં બેડ ગામે પોતાની વ્યવસ્થીત ગાદી સ્થાપી. ત્યારબાદ ખંભાળિયા નું પરગણું જીતી લઈ બેડ થી ખંભાળિયા ગાદી બદલાવી. ખંભાળિયા & બેડ વચ્ચે કુળદેવી માતા શ્રી આશાપુરા ની સ્થાપના કરી જે હાલ જોગવડ તરીકે ઓળખાય છે.

જામ રાવળે નાગનેશ પરગણા ના રાજા નાગ જેઠવા ને ભોજન માટે નિમંત્રણ આપી દગા થી તેમનો વધ કરી તેમનું નાગના એટલે કે નાગનેશ બંદર જીતી લીધું. જામરાવળે સૌરાષ્ટ્રમાં શાસન ચલાવતા વાઢેરઆ જેઠવા, ચાવડા અને કાઠી ને પરાજિત કરી સૌરાષ્ટ્ માં સત્તા સ્થાપી.

આ પંથક તેમના વડવા હાલાજી ના નામ પર થી હાલાર નામ રાખ્યું.હાલર પર વિજય અપાવવામાં જામ રાવળ ના ભાઈઓ    એ મદદ કરી હતી.

અંતિમ પ્રયત્નો રૂપે જેઠવા, વાળા, કાઠી, વાઢેરા રાજપૂતો એ જામરાવળ પર આક્રમણ કર્યું. આ યુદ્ધ ખંભાળિયા ના મીઠોઈ ગામે થયું & જામ રાવલ નો વિજય થયો. જામ રાવળને મધ્યસ્થ રાજધાની જરૂર જણાતા, તેઓએ જુના નાગના એટલે કે જુના નાગનેશ ની બાજુમાં રંગમતી અને નાગમતી નદી ના સંગમ સ્થાને ૧5૪૩માં શ્રાવણ માસ ને સુદ સાતમ ને બુધવારે નવું નગર વસાવ્યું.

જે પાછળ થી નવાનગર તરીકે જાણીતું થયું. નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે.

જામસતાજીએ ભૂચર મોરીનું યુદ્ધ

જામ રાવળ નું અવસાન 1562 માં થયા પછી વિભાજી અને સત્રસાલએ નવાનગર રિયાસતના શાસન સંભાળી, સત્રસાલ પોતાના રાજ્ય કાળે ગુજરાતમાં ફેલાયેલી રાજકીય અવસ્થાનો લાભ લઇ સૌરાષ્ટ્રમાં પોતાની નિકટ આવેલા પડોશી રાજ્યો પર આક્રમણ કરી નવા નગર ની સત્તા નો વિસ્તાર વધાર્યો હતો.

તેના સંબંધો ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફફરશાહ ત્રીજાને સાથે સારા સબંધ હતા. તેમણે સૌ પ્રથમ પોતાના નામનો ચાંદીનો કુંવરી(કોરી) નામનો સિક્કો પડાવી સુલતાનના એક રૂપિયાના સિક્કા સાથે એક થેલી નાખી મુઝફરશાહ ત્રીજાને મોકલાવી સંદેશામાં જણાવ્યું કે “જેમ રાજપૂતો પોતાની કન્યાઓ તમને પરણાવે આવે છે તેમ હું મારી સિક્કા રૂપી કુંવરીને તમારા રૂપિયાના સિક્કા સાથે પરણાવું છું.”. આમ નવાનગર નો સિક્કો પ્રથમ કુંવરી(કોરી) અને ત્યાર પછી  કોરી ના નામથી ઓળખાતો થયો હતો.

સત્રસાલ ના જામ સતાજી શાસનકાળને સૌ સૌરાષ્ટ્રમાં નિર્ણય ઘટના બની. મુઘલોના ભયંકર આક્રમણો સામે સુલતાન મુઝફ્ફરસા ત્રિજો પોતાની સત્તા ગુજરાતમાં ટકાવી શક્યા નહીં. ભયંકર હાર થતાં તેણે નવાનગરના સત્રસાલ સામને ત્યાં આશ્રય લીધો.

આવા સંજોગોમાં સત્રસાલે સૌરાષ્ટ્રની અન્ય રિયાસતોને એકત્રિત કરી મુઘલો સૈન્ય સાથે ધ્રોલ પાસે આવેલા ભૂચર મોરીના મેદાનમાં 18 july 1591 માં ભયંકર યુદ્ધ ખેલ્યું. આ યુદ્ધમાં સત્રસાલએ પોતાના પુત્ર અજાજી ગુમાવ્યા તથા નવાનગર રિયાસત, મુઘલોનું ખંડય રાજ્ય તરીકે  સ્વીકારવાની ફરજ પડી હતી.

1608 સત્રસાલના અવસાન થતાં તેમના પુત્ર જસોજીએ નવાનગર રિયાસતની લગામ સંભાળી તેમની મુઘલો સાથેના સંબંધો સુધારવા માટે દિલ્હીના બાદશાહ જહાંગીર ની ગુજરાતની મુલાકાત વખતે 50 કચ્છી ઘોડાઓ ભેટમાં આપ્યા હતા.

રાજકોટની સ્થાપના

1608માં જામ સતાજી ના અવસાન થતાં તેમના બીજા પુત્ર જસાજી ગાદી પર આવ્યા અને સૌથી નાના પુત્ર વિભાજી કાલાવડ પરગણું જાગીર મળ્યું. વિભાજી પાછળથી સરધાર જીતે લઈ 1610માં રાજકોટ વસાવી પોતાની અલગ ગાદી સ્થાપી.

તેમણે પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં.

૧7૨૦માં સોરઠ રેજિમેન્ટના નાયબ સુબેદાર માસુમ ખાને શાસકને હરાવ્યો અને રાજકોટનું નામ બદલીને મસુમાબાદ કર્યું. તે પછી 1732 ના વર્ષમાં ડેરા ફેડેટ શાસક મેરમનના પુત્ર માસુમખાને હરાવી તેના પિતાની હારનો બદલો લીધો અને ફરી તેનું નામ રાજકોટ રાખ્યુ હતું.

જામ જસાજી ૧6૨૪માં અવસાન પામતા તેમના પુત્ર લાખાજી એ નવાનગરની સત્તા સંભાળી અને તત્કાલીન ગુજરાતના સુબા આઝમ ખાન પાસેથી ખંડણી વસૂલ કરી. ૧6૨૫માં તેમનું અવસાન થતા તેમના પુત્ર રણમલજી એ નવાનગર રિયાસત નો વહીવટ હાથમાં લીધો.

જામ રણમલજી પહેલા વિલાસી જીવન ગાળતા હોવાથી વાસ્તવિક સત્તા તેની રાઠોડ રાણી અને તેના ભાઈ ગોવર્ધન સિંહના હાથમાં હતી. જામ રણમલજી જાણતા હતા કે પોતાને કોઈ સંતાન થવાના નથી તેથી પોતાની પાછળ પોતાના ભાઈ રાયસિંહ નવાનગરની ની ગાદી મળે તેવી ઇચ્છા વ્યક્ત કરી.

પરંતુ ૧૬૬૧માં જામ રણમલજી અવસાન બાદ તેની ઈચ્છા વિરુદ્ધ રાણીએ પોતાના ભાઈ ગોવર્ધન સિંહની દોરવણી હેઠળ નામના એક નોકર ની મદદથી એક તાજું જન્મેલું બાળક મેળવી નવાનગરની રાજ્યસત્તા તેને સોંપવા રાજ્યાભિષેક નું આયોજન કર્યું.

પરંતુ આ કાવતરાની જાણ ધ્રોલ ઠાકોર જુણાજી અને અન્ય ભાયાતોને થતા તેમને દરબારગઢ ઉપર હુમલો કરી આ કાવતરું નિષ્ફળ બનાવ્યું અને જામ રણમલજી ના ભાઈ જામ રાયસિંહજી નવાનગરની ગાદી સોંપવામાં મદદ કરી હતી.

જામ રણમલજી ના રાઠોડ રાણી અને તેના નકલી પુત્ર સતાજી એ પોતાનું રાજ્ય પાછું મેળવવા ફોજદાર કુતુબુદ્દીન ને ફરિયાદ કરીને, નવાનગર ઉપર આક્રમણ કરવાનું બહાનું મળતાં મુસ્લિમોની મોટી સેના સાથે ૧6૬૪માં જામનગર પર ચડાઈ કરી.

જેમાં જામ રાયસિંહ, ધ્રોલ ઠાકોર સાહેબ સાંગાજી અને અન્ય ભાયાતોએ મળીને ફોજદાર કુતુબુદ્દીન ની સેનાનો સામનો કર્યો. જેમાં જામ રાયસિંહજી અને ધ્રોલ ઠાકોર સાહેબ લડતા અવસાન પામ્યા હતા.

ફોજદાર કુતુબુદ્દીનને નવાનગરમાં દિલ્હી સલ્તનતનો વાવતો ફરકાવીને ખાલસા કર્યું. શાહી વહીવટ માટે મુસ્લિમ અમલદાર અને કાજીઓ નીમ્યા & નવા નગરનું નામ બદલી ઇસ્લામનગર રાખવાનું ફરમાવ્યું હતું.

જામ રાયસિંહજી ને તમાચી અને ફૂલ્જી બે પુત્રો હતા. આ અરજકર્તા દરમ્યાન બન્ને પુત્રો કચ્છમાં જઈને રાવ પ્રાગમલજી ને ત્યાં આશ્રય લીધો હતો. રાયસિંહજી બંને પુત્રોએ નવાનગરની ગાડી પાછી મેળવવા બહારવટુ ખેલવું પડયું હતું.

અંતે અંતે તમાચી એ વાઘેર સૈન્ય સહકાર સાધી રાત્રિના સમયે નવાનગર ઉપર આક્રમણ કરી મુસ્લિમ અમલદારો અને નકલી રાજવી સતાજીને નવાનગરની હદમાંથી હાંકી કાઢયા હતા. જ્યારે 1671માં ફરીથી નિમાયેલા જોધપુરના મહારાજા જશવંતસિંહજી એ બાદશાહ ઔરંગઝેબ પાસે રજૂઆત કરી જામ તમાચી ને ૧6૭૩માં કેટલીક શરતોને આધીન નવા નગર ની રાજગાદી પર સોંપવામાં આવી હતી.

દિવાન મેરુ ખવાસ નું સ્થાન જામનગર રિયાસતના ઇતિહાસમાં વિશેષ રહ્યું હતું. બાળ રાજવી જસાજી દ્વિતીય ઉપર મેરુ ખવાસ ના અત્યંત પ્રભાવને કારણે તથા તેની વધતી જતી શક્તિના કારણે જામ જસાજી માત્ર નામના જ રાજા રહ્યા હતા. દિવાન મેરુ ખવાસ એ કુનેહ ની નીતિ નો ઉપયોગ કરીને રાજમાતા દીપાજી ને મરાવી નાખ્યા હતા.

હાલર ના જાડેજા ભાયાતોએએ દિવાન મેરુ ખવાસ ની વધતી જતી સત્તાને ડામવા અને જામ જસાજી ને તેના સકંજામાંથી મુક્ત કરવા બધા રાજવીઓ ભેગા થયા. તેમાં રાજકોટના મેરામણજી, ગોંડલના દાજીરાજજી ખીરસરા ના રણમલજી અને ધ્રોલના મોડજી હતા.

આ બધા ભેગા મળીને વિશાળ સૈન્ય સાથે નવાનગર ઉપર ચડાઈ કરી પરંતુ તેઓને સફળતા પ્રાપ્ત થઈ નહીં. મેરુ ખવાસ ના અવસાન બાદ નવાનગર રિયાસત ની વાસ્તવિકતા કુંવર જસાજીના હાથમાં આવતાં તેઓ સ્વતંત્ર રાજ્ય વહીવટ ચલાવવા લાગ્યા હતા.

તેમણે ૧૮૦૧માં મોટી સૈન્ય સેના સાથે જસદણ ના કિલ્લા ઉપર આક્રમણ કરી ધ્વંશ કર્યો. તેમને સૌરાષ્ટ્ર & ઝાલાવડના અનેક નાના-મોટા તાલુકાઓને નમાવીને તેમની પાસે “અસ્પવેરો”  નામે કર અને અન્ય એક નજરાણા લીધા હતા.

જામ રણમલજી બીજા (1820-1852)

જામ રણમલજી બીજા 1820- 1852 વર્ષ સુધી જામનગર ની ધુરા સંભાળી.

1829માં ભાવનગરના રાજા વજેસંગ ની કુંવરીબાઈ રાજબા સાથે લગ્ન કર્યા. 1834, 1839, ૧૮૪૬માં એકધારા દુષ્કાળમાં પ્રજાને રાહત આપવા માટે તેમણે લાખોટા તળાવ, ભુજીયો કોઠો, રણમલ તળાવ, ચંદ્ર મહેલ જેવા મોટા બાંધકામ કરી લોકોને રોજીરોટી આપી હતી. ૧8૫૨માં જામ રણમલજી બીજાનું અવસાન થયું તેમના છ પુત્રો તેમની હયાતીમાં જ અવસાન પામતા તેમના સાતમા પુત્ર વિભાજી ગાદી પર બેસ્યા હતા.

જામ વિભાજી બીજા  1852-1895

1852 -1895 એમ 43 વર્ષ સુધી જામનગર ની રાજગાદી સંભાળી, રંગીન તબિયતના હતા. તેમણે ૧૪ રાજપૂત રાણી, છ મુસ્લિમ, પાંચ તવાયફ total 24 રાણીઓ હતી. તેઓ વધુ ભણેલા ન હતા પરંતુ કળા પારખું હતા. જામનગરનો વિવિધ ક્ષેત્રે વિકાસ તેમના સમય દરમિયાન થયો હતો.તેમના સમયને સુવર્ણયુગ ગણવામાં આવે છે.

ઓખામાં થયેલા વાઘેર ના બળવાને સમાવવા માટે બ્રિટિશ સરકારની સહાયતા લીધી હતી.

જામ વિભાજી ના રાણી પૈકી મુસ્લિમ રાણી ધનબાઈ ના પુત્ર પુત્ર કાળુભા રિયાસતના ખરા વારસદાર હતા

પરંતુ તેમનું વર્તન રાજવીને શોભે તેવું ન હોવાથી જામ વિભાજી તેમની જાગીર માંથી બાકાત રાખી હદપાર કર્યા હતા. ત્યારબાદ તે વિભાજી, પોતાના ભાયાત જાલમ સિંહનો પૌત્ર ઉમેદસિંહ ને દત્તક લીધા. પરંતુ તેનું અવસાન ખૂબ જ ટૂંકા ગાળામાં થતા, બીજા પુત્ર રણજીતસિંહ દત્તક લઇ નવાનગર નો રાજતખ્તો તેમને સોંપવામાં આવ્યો હતો.

ત્યાં તો માત્ર ત્રણ વર્ષમાં જ વિભાજી ના બીજા રાણી જામબાઈ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ જશવંતસિંહ રાખવામાં આવ્યું હતું. જશવંતસિંહ સગીર વયનો હોવાથી રિયાસત નો વહીવટ બ્રિટિશ સરકાર ના અમલદાર w.p. કેનેડી ચાર વર્ષ સુધી સંભાળ્યો હતો.

જામ રણજીતસિંહ/ સ્મિથ  નામથી જાણીતા હતા. (1877)જામ સાહેબ વિભાજીએ પોતાના દુરાચારી પુત્ર ની જગ્યાએ તેમને યુવરાજ તરીકે દત્તક લીધા હતા. તેમણે લેગ ગ્લાન્સ નામની બેટિંગની નવી” શૈલીના પ્રણેતા ગણવામાં આવે છે. 1935 ની સાલમાં ભારતની પ્રથમ કક્ષાની રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા અને રણજી ટ્રોફી કહેવામાં આવે છે.

 તેમના લેખન કાર્યોમાં ૧૮૯૭માં જ્યુબિલી બુક ઓફ ક્રિકેટ

તેમણે જ જામનગરની સૌરાષ્ટ્રના પેરિસનો ઉપનામ અપાવ્યું.

 અમર વિલાસ ઈરવિન હોસ્પિટલ સજુબા ગર્લસ હાઈસ્કૂલ માર્કેટ ભીભા વિલાસ સોલેશ્યમ club ક્રિકેટ બંગલો 3 બાવલા રણજીતસાગર ડેમ ગરાસીયા બોડી

ઘનશ્યામ બેંકની સ્થાપના કરી

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મફત કરી દીધું

વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ આર્મી ભરતી લડ્યા હતા અને મેસોપોટેમીયા યુદ્ધમાં આંખો પાસે ગોળી વાગી હતી

જીનીવા ખાતે લીગ ઓફ નેશન માં ત્રણવાર ભાગ લીધો હતો

1931 થી 33 સુધી ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલરના ચાન્સેલર રહ્યા હતા.

Click here to view :- Football Live Score , Hockey live scores , Volleyball Live Score

Other Related Post

Stockholm Conference 1972 |  સ્ટોકહોમ કોન્ફેરેન્સ 1972

Major Crops India for UPSC | ભારતના મુખ્ય પાક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments