નવી દિલ્હી, 14 ઓગસ્ટ – આજે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો અને કહ્યું કે આ પ્રોજેક્ટો દ્વારા દેશને ‘નરકના રાજમાર્ગ પર લઈ જઈ રહ્યું છે’.
ખડગેએ જણાવ્યું હતું કે CAG એ ખુલાસો કર્યો છે કે “આ પ્રોજેક્ટનો ખર્ચ મૂળ રૂ. 528.8 કરોડનો અંદાજવામાં આવ્યો હતો. પરંતુ પાછળથી તે વધીને રૂ. 7,287.2 કરોડ થયો — જે 1,278 ટકાનો મોટો વધારો છે”.
‘ભારતમાલા પરિયોજના’ હાઇવે પ્રોજેક્ટ્સ પર ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના અહેવાલને આધાર બનાવી, ખડગે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રાજકીય વિરોધીઓ પર કટાક્ષ કરતા પહેલા પોતાના કાર્ય પર ધ્યાન આપવું જોઈએ.
CAG એ ધ્યાન દોર્યું છે કે ‘ભારતમાલા પરિયોજના’ માં “અસંખ્ય ખામીઓ, ટેન્ડર બિડિંગ પ્રક્રિયાના સ્પષ્ટ ઉલ્લંઘન, માપદંડોનું પાલન ન કરવું, ભંડોળના ગેરવ્યવસ્થાપન” ની પ્રક્રિયા જોવા મળી છે.
ખડગે કહ્યું કે, આ યોજનામાં “છેતરપિંડી”નું એક ઉત્તમ ઉદાહરણ દ્વારકા એક્સપ્રેસવે છે.
ખડગેએ CAGના અહેવાલને ટ્વિટર કરી જણાવ્યું કે ભાજપનો ભ્રષ્ટાચાર અને લૂંટ રાષ્ટ્રને નરકમાં લઈ જઈ રહી છે.
“ખડગે કહ્યું, ‘પ્રધાનમંત્રીજી, આપના વિરોધીઓને સામે ભ્રષ્ટાચારનો રાગ આલાપતા પહેલાં, તમારે તમારી પાર્ટીના કાર્યોની અંદર ઝાંકવાની આવશ્યકતા છે. કારણ કે તમે ખુદ આ પ્રોજેક્ટની નિગરાની કર રહ્યા છો. 2024 માં, ભારતની જનતા આપની સરકારને જવાબદેહ બનાવશે.'”