Monday, December 4, 2023
HomeArt And Culture UPSCVisual Art and Culture Notes | વિઝ્યુઅલ આર્ટ અને કલ્ચર UPSC...

Visual Art and Culture Notes | વિઝ્યુઅલ આર્ટ અને કલ્ચર UPSC Exam

Visual Art and Culture Notes, Read More !!!

આર્કિટેક્ચર એન્ડ શિલ્પકળા વચ્ચે ભેદ શું છે?

આર્કિટેક્ચર ની અંદર એન્જીન્યરીંગનો વિચાર ઉપયોગમાં લેવાય છે. જેમકે એન્જીનીયરીંગને લગતા ગણતરી તથા ગણિતને લગતા અન્ય ગણતરી તથા શિલ્પકળા ની અંદર વ્યક્તિ નો વિચાર તે શું વિચારે છે તેની ક્રિએટિવિટી વિશેની જાણકારી હોય છે.

એક વસ્તુ અગત્યની એ છે કે શિલ્પકળા ની અંદર વસ્તુ મોટે ભાગે એક જ પથ્થરમાંથી મોટેભાગે બનતી જોવા મળતી હોય છે.

હડપ્પન આર્ટ એન્ડ આર્કિટેક્ચર | harappan art and architecture

સિંધુ ઘાટી સભ્યતા ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારની અંદર મળી આવે છે. સૌપ્રથમ મળી આવેલું શહેર હડપ્પા હોવાથી તેને હડપ્પા સભ્યતા પણ કહે છે. આજથી ૫૦૦૦ વર્ષ પહેલા સિંધુ ઘાટી સભ્યતા વિશે ની માહિતી મળી આવે છે.

હડપ્પા અને મોહેંજો દડો સૌથી મોટી મેજર સાઈટ છે તથા વિશ્વના ઇતિહાસની અંદર શહેરી વિસ્તારોને પૂરેપૂરા પ્લાનિંગથી બનાવવાની આ પ્રથમ ઘટના છે, તેવું કહીએ તો તેમાં જરા પણ ખોટી વાત ના કહેવાય.

આ હડપ્પન સભ્યતા ની અંદર સૌથી અગત્યની બાબત એ હતી , રોડ જે રીતે બનાવવામાં આવ્યા હતા. તે જેમ કે આપણે તેનું ઉદાહરણ જોઈએ તો આપણું ગાંધીનગર એવી જ રીતે આ  સભ્યતા ની અંદર રસ્તાઓ ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ખૂણો બનાવતા હોય તે રીતે તે રીતે દર્શાવવામાં આવે છે.

ઉપર દર્શાવેલી આકૃતિ ની અંદર તમને grid પેટન વિશેની માહિતી મળી રહેશે.

બીજી અગત્યની બાબત જોઈએ તો અહીં જે મકાનોની સંરચના જોવા મળે છે તેની અંદર ઉપયોગમાં લેવામાં આવેલી ઈંટો આ સભ્યતા ની અંદર આપણને ઈટોના ભઠ્ઠા પણ મળી આવ્યા છે. મતલબ કે અહીંયા જે મકાનો છે એ બધા મકાનો પાકી ઈંટોનાં બનેલાં છે, તથા દરેક સાઈઝ એક સરખી જોવા મળે છે.

અહીં ગુજરાતની અંદર અમદાવાદ જીલ્લાની અંદર લોથલ આવેલું છે વર્ષો પૂર્વે એક બંદર તરીકે કાર્ય કરતું હતું.

અહીના શહેરોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.

ઊંચો ભાગ તેને સિટાડેલ તરીકે ઓળખવામાં આવતો હતો આ ઊંચો ભાગની અંદર મોટેભાગે મોટા પિલરવાળા હોલ જોવા મળતા હતા. આ વસ્તુ ઊંચાઈ પર હોવાનો એ પણ હોઈ શકે છે કારણ કે તે સમયે ઘણા બધા પુર આવતા હતા, જ્યારે નીચાણવાળા રહેણાંક વિસ્તાર હતો, જ્યાં લોકોના ઘર (90`) જોવા મળે છે.

હડપ્પન કલા અને સ્થાપત્ય | harappan art and architecture

હાલના પાકિસ્તાનમાં, શોધક દયારામ સહાની 1921, ખાસિયત રાવી નદીના કિનારે.

મોહેંજો દડો | mohenjo daro

હાલ પાકિસ્તાનમાં, શોધક રખાલદાસ બેનર્જી 1922.

ખાસિયત જાહેર સ્નાનાગાર અને પશુપતિ મૂર્તિ મળી આવી છે.

કાંસાની નગ્ન મૂર્તિ પણ અહીંથી જ મળી આવી છે તથા 700 કુવા મળી આવ્યા છે.

રંગપુર

સુરેન્દ્રનગર, શોધક માધો સ્વરૂપ વત્સ અને એસ.આર.રાવ 1931,1953. ગુજરાત નું પ્રથમ હડપ્પન નગર.

લોથલ

અમદાવાદ, શોધક એસ.આર.રાવ 1955, સૌથી પ્રાચીન બંદર.

ધોળાવીર

કચ્છ, શોધક રવિન્દ્ર સિંહ બિશ્ત 1967 1990, ગુજરાતનું સૌથી મોટું હડપ્પન નગર.

સુરકોટડા

કચ્છ, શોધક જગતપતિ જોશી, અહીંથી ઘોડા ના અવશેષ મળી આવ્યા છે.

ગ્રેટ બાથ – મોહેંજો દડો | mohenjo daro great bath

આ ગ્રેટ બાથ સિટાડેલ ની અંદર મધ્યમાં આવેલું છે, કહેવાય છે કે કદાચ આ સ્નાનાગાર નો ઉપયોગ ધાર્મિક અનુષ્ઠાન કરવા માટે થતો હોવો જોઈએ.

હજી સુધી તેનો ઉપયોગ શેના માટે થતો હતો તેની ચોક્કસ માહિતી આપણી પાસે નથી. આજે પણ આ સ્નાનાગર માં પાણી ભરવામાં આવે તો પાણી લીક થતું નથી. તેની આજુબાજુ નાના નાના ઓરડા મળી આવે છે, બની શકે કે આ નાના ઓરડા નો ઉપયોગ ચેન્જિન્ગ રૂમ  તરીકે થતો હોવો જોઈએ.

અનાજનો કોઠાર

અહીં મળી આવતા અનાજના કોઠારો થોડી ઊંચાઈ પર જોવા મળે છે. તેનું કારણ એ પણ હોઈ શકે કે તેને જીવ-જંતુઓથી બચાવી શકાય.

તેની દીવાલોની અંદર હવાની અવરજવર થઇ શકે તેવી પણ વ્યવસ્થા જોવા મળે છે. તથા તેની દિવાલો ની અંદર આપણને ચૂનો  જોવા મળે છે. ચૂનો આસપાસની હવા  માંથી ભેજને શોષી લે છે.

ડ્રેનેજ સિસ્ટમ

ઘરની અંદર બાથરૂમ હતા. બાથરૂમ માંથી નીકળતી નાની નાળી એ  આગળ જતા મોટી  નાળી ને મળતી હતી.

મોટી નાળી ઉપર ઈટો નું કવર પણ જોવા મળતો હતું. ઘરોની અંદર ખાળકુવા પણ જોવા મળતા હતા સમયાંતરે જ્યારે તે ભરાઈ જાય ત્યારે તેને સાફ સફાઈ પણ થતી હશે તેવું આપણે માની શકીએ.

હરપ્પન શિલ્પ | harappan sculpture upsc

હજારોની સંખ્યામાં સીલ મળી આવ્યા છે. અને મોટા ભાગના steatite નામના પથ્થરમાંથી બનેલા છે.

આ પથ્થર મોટે ભાગે નદીઓમાંથી મળી આવતો હોવાથી મોટાભાગના આજ પથ્થરના બનેલા છે, સાથે સાથે ગોલ્ડ, કોપર, ચીકણી માટી, ટેરાકોટા વગેરે  બનેલા પથ્થર મળી આવે છે.

પશુપતિનાથની સીલ :- ચારેતરફ જાનવરો ની આકૃતિ જોવા મળે છે અને આ મૂર્તિને પ્રોટો શિવ તરીકે પણ ઓળખાય છે. સીલ ની અંદર કોઈ ને કોઈ લખાણ જોવા મળે છે તેની પરથી આપણે કહી શકીએ કે તેનો ઉપયોગ વ્યાપારી ધોરણે પણ થતો હોવો જોઈએ.

તેની પર લખાયેલા લખાણને હજુ સુધી ઉકેલી શકાયુ નથી.

નૃત્ય કરતી છોકરી | mohenjo daro dancing girl

દુનિયાનું સૌથી જુનું કાંસાનું શિલ્પ, ત્રિભંગની મુદ્રામાં ઉભેલી જોવા મળે છે.

આ છોકરી એ કપડા પહેર્યા નથી પરંતુ તેણે પોતાના હાથો પર ઘણી બધી  બંગડી પહેરી છે. એક ઇતિહાસકાર ના મત અનુસાર આ નૃત્ય કરતી છોકરી કોઈને ચેલેન્જ કરતી હોય તેઓ પણ જોવા મળે છે.

લોસ્ટ વેક્સ પ્રોસેસ | cireperdue

સૌપ્રથમ મીણની મૂર્તિ જેવું બનાવવામાં આવે છે ત્યારબાદ તેની આજુબાજુ માટીનું આવરણ કરાય છે ત્યારબાદ આ માટીને ભઠ્ઠીમાં મૂકવામાં આવે છે કે જેથી અંદર રહેલું મીણ ઓગળી જાય ત્યારબાદ તેની અંદર જે મટીરીયલ ની મૂર્તિ બનાવી હોય તે તેની અંદર નાખવામાં આવે છે.

આજે 5000 વર્ષ વિત્યા બાદ છતાં પણ કાંસાની મૂર્તિઓ ખાસ કરીને તમિલનાડુની અંદર નૃત્ય કરતા નટરાજ ની મૂર્તિ આ જ રીતે બનાવવામાં આવે છે.

દાઢી વાળા બાબા and red sandstone figure of male torso

દાઢી વાળા બાબા :- ધ્યાનની મુદ્રામાં મળી આવે છે તેમના માથે કાંઈ બાંધેલું હોય તે દેખાય છે તેને ફીલેટ/fillet કહેવાય છે તથા તેમણે શાલ ઓઢેલી છે મતલબ કે કોઈ મોટા priest હશે. તે ઈન્ડસ વેલી માંથી મળી આવેલ છે.

બાજુમાં જોવા મળતું લાલ પથ્થર ની મૂર્તિ તેનું હાથ અને માથું ગાયબ છે.

હડપ્પન માટીકામ

મોટાભાગના આ વાસણ કુંભાર ના ચાકડા ઉપરથી બનેલા છે. ઘણા ની ઉપર આપણને ચિત્રકામ જોવા મળે છે.

જે સુશોભન માટે વપરાતું હશે જ્યારે ઘણાં ની ઉપર આપણને ચિત્રકામ જોવા મળતું નથી તેનો મતલબ કે તે  ઘર વપરાશ માટે વપરાતા હશે.

તેને રેડ એન્ડ બ્લેક પોટ્ટરી કહેવાય છે. તેમાં બેકગ્રાઉન્ડ તરીકે લાલ તથા કાળા રંગ ની ડિઝાઇન જોવા મળે છે.

હરપ્પન ઘરેણાં | harappan ornaments

તે સમયે સ્ત્રીઓ તથા પુરુષો બંને ઘરેણા પહેરતા હતા. girdles, earrings and anklets ફક્ત સ્ત્રીઓ પહેરતી હતી.

Other Related Post

Stockholm Conference 1972 |  સ્ટોકહોમ કોન્ફેરેન્સ 1972

Major Crops India for UPSC | ભારતના મુખ્ય પાક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments